એડવાન્સ લેપ્રોસ્કોપી અને કેન્સર સર્જરીનો કેમ્પ

ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લિ. માં એડવાન્સ લેપ્રોસ્કોપી અને કેન્સર સર્જરીનો કેમ્પ સફળતાપૂર્વક યોજાયો

તા. ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના રોજ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લિ.ની વાપી અને સુરત બ્રાંચમાં લેપ્રોસ્કોપી અને કેન્સર સર્જરીનો કેમ્પ મોટાપાયે યોજાઈ ગયો. ગેલેક્ષી કેર હોસ્પિટલ-પૂના સાથે સંકળાયેલા અને રોબોટીક સર્જરીના પ્રણેતા એવા પ્રખ્યાત લેપ્રોસ્કોપીક અને કેન્સર સર્જન ડો. શૈલેષ પુન્તાંબેકરને ખાસ આ માટે નિમંત્રવામાં આવ્યા હતા.

બન્ને હોસ્પિટલ મળીને ૨૦ જેટલા કેન્સરના ઓપરેશનો કરવામાં આવ્યા હતા. જેમાં અંડકોષ અને ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશય દૂર કરવાનું, સ્વાદુપિંડની ગાંઠનું, પિત્તાશયનું, જઠર અને અન્નનળીનું તથા  વંધ્યત્વને લગતા કઠિન ઓપરેશનો જેવા કે એન્ડોમેટ્રિઓસિસ અને ગર્ભાશયની ગાંઠ વગેરે જેવા ઓપરેશનો સફળતાપૂર્વક કરવામાં આવ્યા.

થોડા કેસ વિગતે જોઈએ તો ૫૮ વર્ષની મહિલાના અંડાશયના કેન્સરનો છે જે ત્રીજા સ્ટેજ પર હતું અને કેમોથેરાપીને પણ રીસ્પોન્સ નહોતું કરતું અને રેક્ટમ સુધી કેન્સર ફેલાયેલું હતું. જે લેપ્રોસ્કોપીથી દૂર કરવામાં આવ્યું. અને રેક્ટમ, અંડાશય, ગર્ભાશયને સ્ટેપ્લરથી ફરી જોડવામાં આવ્યું. આ પ્રકારનો કેસ ગુજરાતમાં પ્રથમ વખત લેપ્રોસ્કોપીથી કરવામાં આવ્યો.

બીજો કેસ ૨૩ વર્ષના યુવાનનો હતો જે સ્યુડોસીસ્ટના ક્રોનિક પેનક્રીયાસથી પીડાતો હતો. જેનું લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરવામાં આવ્યું જેમાં સીસ્ટોજેજુનોસ્ટોમી કરવામાં આવી અને  પેનક્રીયાસના સીસ્ટને જોડવામાં આવ્યું. દર્દી છેલ્લા ત્રણ વર્ષથી આ રોગથી પીડાતો હતો અને કોઈ ડોક્ટર રક્તસ્ત્રાવના જોખમને કારણે સર્જરી કરવા તૈયાર ન્હોતો. આ લેપ્રોસ્કોપીથી વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લિ.માં સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

વિવિધ પ્રકારના કેસોમાં તમામ સર્જરી ડો. શૈલેષ પુન્તાંબેકર અને એમની ટીમ દ્વારા લેપ્રોસ્કોપીથી કરવામાં આવી હતી. ડો. શૈલેષ પુન્તાંબેકરે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લિ.માં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓની પ્રશંસા કરી હતી. અને નિયમિતરીતે મહિનામાં એક વખત આવીને પોતાની સેવા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડો. શૈલેષને ગુજરાતના આ નાનકડા શહેરમાં સર્જરી કરતા જોવા એ પણ એક મહત્વની વાત હતી. જે ડોક્ટરો આ સર્જરી જોવા ઈચ્છતા હતા તેમના માટે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લિ.ના કોન્ફરન્સ હોલમાં લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. અને દર્દીના સગાઓને પણ ઓપરેશન થિએટરની બહાર લાઈવ બતાવવામાં આવ્યું હતું. ડો. પુન્તાંબેકર અને ડો. અક્ષય નાડકર્ણીએ રેકોર્ડ સમયમાં કેન્સરની મોટી સર્જરીઓ કરી હતી. લેપ્રોસ્કોપીના કારણે ટૂંક સમયમાં સર્જરી થઈ શકે છે, સારી રીતે જોઈ શકાય છે, ભવિષ્યના સંદર્ભ માટે અને અન્ય અભિપ્રાય માટે સર્જરીને રેકોર્ડ કરી શકાય છે, સર્જરી પછી જલ્દી રીકવરી આવે છે અને સર્જરી બાદ ઓછી પીડા ભોગવવી પડે છે અને જલ્દીથી રોજિંદા કામમાં જોડાઈ શકે છે.

વિશ્વવિખ્યાત લેપ્રોસ્કોપીક અને કેન્સર સર્જન ડો. શૈલેષ પુન્તાંબેકર પૂના ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ૨૦ થી વધારે દેશોમાં તેમણે ઓપરેશનો કર્યા છે અને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ લાઈવ વર્કશોપ અને કોન્ફરન્સમાં ફેકલ્ટી તરીકે ભાગ લીધો છે.

કિલ્લા પારડી, વાપી અને સુરત ખાતે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અને મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ધરાવતા ડો. કિશોર અને ડો. પૂર્ણિમા નાડકર્ણીના સુપુત્ર ડો. અક્ષય નાડકર્ણી હાલમાં ડો. શૈલેષ પુન્તાંબેકર પાસે ફેલોશીપ કરી રહ્યા છે અને લેપ્રોસ્કોપી દ્વારા કેન્સર સર્જરી શીખી રહ્યા છે. આ પહેલા તેઓએ મણીપાલ યુનિવર્સિટીમાંથી જનરલ સર્જરીમાં ગોલ્ડમેડલ મેળવીને એમ.એસ. કર્યું છે. તેઓએ બેસ્ટ આઉટગોઈંગ સ્ટુડન્ટનો એવોર્ડ પણ મેળવ્યો છે. એમ.બી.બી.એસ.ના અભ્યાસ દરમ્યાન પણ તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ રહ્યા હતા. ત્યારબાદ તેમણે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ-મુંબઈથી કેન્સરની ફેલોશીપ ટ્રેનિંગ મેળવી છે.

ડો. અક્ષયના પત્ની ડો. અદિતિ નાડકર્ણીએ મુંબઈથી ગાયનેકોલોજીસ્ટની ડિગ્રી મેળવી છે. તેમણે જર્મનીમાં લેપ્રોસ્કોપીક સર્જરીમાં ફેલોશીપ કર્યું છે અને ચેન્નાઈના ડો. એસ. સુરેશ પાસેથી ફેટલ મેડીશીન અને અલ્ટ્રાસાઉન્ડની ટ્રેનિંગ મેળવી છે. તેઓ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લિ. ખાતે જોડાયા છે અને ડો. પૂર્ણિમા નાડકર્ણી સાથે આઈ.વી.એફ. સેન્ટર સ્થાપવા ઈચ્છા ધરાવે છે.

ડો. અક્ષય અને ડો. અદિતિ તેમના માતા-પિતા ડો. કિશોર અને ડો. પૂર્ણિમાના આશીર્વાદથી કિલ્લા પારડી અને વાપીમાં સ્થાયી થઈ દક્ષિણ ગુજરાતની જનતાને પોતાના તબીબી જ્ઞાનનો લાભ આપવા માંગે છે. તેઓ ટૂંક સમયમાં વાપી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લિ.માં કેન્સર સર્જરી, લેપ્રોસ્કોપીની સુવિધા સાથે વિશ્વસ્તરનું આઈ.વી.એફ. સેન્ટર  શરૂ કરવા માંગે છે. સાથે સાથે તેઓ કિલ્લા પારડી ખાતે પણ કેન્સર અને આઈ.વી.એફની સુવિધા અને ૨૪ કલાકના ટ્રોમા સેન્ટર સાથે ૫૦ બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ખૂલ્લી મૂકવા માંગે છે. જેના દ્વારા ગ્રામિણ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઉત્તમ કક્ષાની તબીબી સારવાર મળી રહે. આ ઉપરાંત નાડકર્ણી પરિવાર કિલ્લા પારડી ખાતે ૨૦૧૨થી “નાડકર્ણી કેન્સર ફાઉન્ડેશન”ની શરૂઆત કરીને કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ દ્વારા વલસાડ અને વલસાડની આજુબાજુના ગામડાઓના ગરીબ દર્દીઓની સેવા કરવાની ઈચ્છા ધરાવે છે.

Leave a comment