યુવા સર્જનને પુરસ્કાર

કિલ્લા પારડીના ડો. અક્ષય કિશોર નાડકર્ણીને કસ્તુરબા મેડીકલ કોલેજ, મનીપાલ તરફથી લેવામાં આવેલ યુનિવર્સિટીની એમ.એસ. (જનરલ સર્જરી) પરીક્ષામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. શ્રી પુટ્ટે ગોવડાના સ્મર્ણાર્થે દર વર્ષે આપવામાં આવતો ‘બેસ્ટ આઉટગોઈંગ સ્ટુડન્ટ’નો એવોર્ડ પણ ડો. અક્ષયે પ્રાપ્ત કર્યો છે.

આ પહેલા પણ તેમને વલ્લભ આશ્રમ સ્કુલમાંથી ધોરણ ૧૨ની સી.બી.એસ.ઈ.ની પરીક્ષામાં ૯૪% મેળવવા બદલ અને બાયોલોજીના વિષયમાં સૌથી વધારે ગુણ મેળવવા બદલ ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ, ન્યુ દિલ્હી તરફથી ગોલ્ડ મેડલ અને રૂ. ૧૫૦૦૦/-નો રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. શાળાજીવન દરમ્યાન તેઓ બેડમિંગ્ટન અને વકતૃત્વ સ્પર્ધામાં પણ વિજેતા રહ્યા હતા. ૨૦૦૬ના વર્ષમાં તેમણે ફાઈનલ MBBSમાં ૭૦% મેળવીને સરદાર પટેલ યુનિવર્સીટી વલ્લભ વિદ્યાનગરમાં સર્વપ્રથમ ક્રમ મેળવ્યો હતો અને ગાયનેકોલોજીમાં સૌથી વધારે ગુણ મેળવવા બદલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સપ્ટેમ્બર ૨૦૦૮માં  યોજાયેલ ઓલ ઈન્ડિયા કોલોરેક્ટલ સર્જન્સ નેશનલ કોન્ફરન્સમાં શ્રેષ્ઠ સંશોધનપત્ર રજૂ કરવા બદલ ગોલ્ડ મેડલ મળ્યો હતો. સંશોધનપત્રનો વિષય હતો “Prospective Study comparing the outcomes of the Newer Stapled Hemorrhoidectomy and old open technique”. જેમાં પાઈલ્સની સારવાર માટે ૨૦૦ કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગોવાના મુખ્યમંત્રી શ્રી દિગંબર કામથના હસ્તે ઓલ ઈન્ડિયા સર્જંન્સ એસોસિએશન (ASI) ની શાખા ઓલ ઈન્ડિયા કોલોરેક્ટલ સર્જંન્સ એસોસિએશનની રાષ્ટ્રીય કક્ષાની તા. ૨૩ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૯ દરમ્યાન ગોવામાં યોજાયેલી કોન્ફરન્સમાં આ ગોલ્ડ મેડલ તથા રૂ. ૫૦૦૦/-નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ડો. અક્ષય આ પુરસ્કાર મેળવનાર સૌથી યુવાન સર્જન હતા. ડો. અક્ષય હાલમાં ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ મુંબઈમાં ટ્રેનીંગ મેળવી રહ્યા છે.

કહેવાય છે કે મોરનાં ઈંડાને ચીતરવાની જરૂર હોતી નથી. ડો. અક્ષય કિલ્લા પારડીના ડો. પૂર્ણિમા અને ડો. કિશોર નાડકર્ણીના પુત્ર છે જેઓ છેલ્લા ૨૫ વર્ષથી કિલ્લા પારડી, વાપી અને સુરતમાં સફળતાપૂર્વક નાડકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર તથા ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલના નામે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલોનું સૂકાન સંભાળી રહ્યા છે. ડો. અક્ષય ઓન્કો સર્જરીમાં રસ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતની જનતાને અત્યાધુનિક ઓન્કોલોજીની સુવિધા આપવા માંગે છે. ૨૦૧૨થી નાડકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર-કિલ્લા પારડી અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ-વાપી ખાતે જોડાવાની તેમની યોજના છે. કિલ્લા પારડી જેવા તાલુકા કક્ષાના ગૌરવ ડો. અક્ષયે હવે રાષ્ટ્રીય કક્ષાનું ગૌરવ મેળવ્યું છે જે ખૂબ જ આનંદની વાત છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s