ફેલો ઈન ઈન્ડિયન કોલેજ ઓફ ઓબ્સ્ટ્રેટ્રીશીયન અને ગાયનેકોલોજીસ્ટ

કિલ્લા પારડીના ડોક્ટરને ધ ફેડરેશન ઓફ ઓબ્સ્ટ્રેટ્રીક અને ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્રારા ફેલોશીપથી નવાજવામાં આવ્યા

ડો. પૂર્ણિમા નાડકર્ણીને તા. ૮/૧/૨૦૧૧ના રોજ ફેલો ઈન ઈન્ડિયન કોલેજ ઓફ ઓબ્સ્ટ્રેટ્રીશીયન અને ગાયનેકોલોજીસ્ટની ઉપાધિથી હાઈટેક સીટી હૈદરાબાદમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં નવાજવામાં આવ્યા. તેઓ એવા ૨૫ ફેલોમાંથી એક હતા જેમને ભારતના ૨૬૦૦૦ ગાયનેકોલોજીસ્ટમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. જે સાચે જ ગૌરવની વાત છે.

ડો. પૂર્ણિમા નામાંકિત સ્ત્રીરોગ નિષ્ણાત અને વંધ્યત્વ નિવારણના તજજ્ઞ છે. તેઓ કિલ્લા પારડી નાડકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેંટરમાં ૩૦ વર્ષથી, વાપી ટ્વેંટી ફર્સ્ટ સેંચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લિ.માં ૧૧ વર્ષથી અને સુરત ટ્વેંટી ફર્સ્ટ સેંચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેંટરમાં છેલ્લા ૪ વર્ષથી પ્રેક્ટિસ કરે છે. ૨૫૦૦થી વધારે આઈ.વી.એફ બેબીનું શ્રેય એમના ફાળે જાય છે. નિસંતાન દંપતિઓને બાળક આપી એમનું જીવન હર્યુંભર્યું કરવાનું એમને જનૂન છે. તેમણે ૧૫૦થી વધારે મેનોપોઝલ મહિલાઓને એગ ડોનેશનથી પ્રેગ્નન્સી અને ૨૦ સરોગેટ પ્રેગ્નન્સી આપી છે. હાલમાં જ રાજકોટ નિવાસી ૪૮ વર્ષની મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો જે તેની જ્ન્મથી ગર્ભાશય ન હતું એવી દીકરી માટે સરોગેટ માતા બની હતી. આ અનોખા કિસ્સાએ ડો. પૂર્ણિમાનું નામ દુનિયામાં જાણીતું કર્યું. ડો. પૂર્ણિમા એક શ્રેષ્ઠ ડોક્ટર હોવાની સાથે સાથે શ્રેષ્ઠ પત્ની, માતા અને સમાજસેવક પણ છે. દક્ષિણ ગુજરાતમાં તેમણે બેટી બચાવો અભિયાનમાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે.

Advertisements

One response to “ફેલો ઈન ઈન્ડિયન કોલેજ ઓફ ઓબ્સ્ટ્રેટ્રીશીયન અને ગાયનેકોલોજીસ્ટ

  1. Congratulation Purnima Mam & Team again for making History at Surat , All wishes for you and your team –

    Subashish & Snigdha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s