નાનીની કૂખથી જન્મીને બે જોડિયાં બાળકો માના ખોળે રમશે

માતાની પુત્રીને અમૂલ્ય ભેટ

૨૧મી સેન્ચ્યુરી હોસ્પિટલ સુરતમાં સરોગસી પદ્ધતિનો ભારતમાં પ્રથમ કિસ્સો : માતા બની દાતા

કહેવાય છે કે માતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાય નહીં. અને એ જ વાત આજે હકીકત બની હોય એવું લાગે છે. દીકરીમાં જન્મથી જ ગર્ભાશય ન હોવાથી તેની સગી માતા સરોગેટ મધર બની અને જે ગર્ભાશયમાંથી પુત્રીને જન્મ આપ્યો હતો તે જ ગર્ભાશયને પોતાની સગી પુત્રીને એના ભ્રૃણને ઉછેરવા માટે દાનમાં આપ્યું છે. આવો એક અનોખો કિસ્સો રાજકોટમાં રહેતી ભાવિકા સૌરભ કઠવાડિયા સાથે બન્યો છે. ભાવિકાને જન્મથી જ અંડકોષ હતા પણ ગર્ભાશય ન્હોતું. જેને તબીબી ભાષામાં Mayer-Rokitansky-Kuster-Hauser Syndrome (congenital total or partial absence of uterus and vagina) તરીકે ઓળખવામાં આવે છે. જન્મથી જ ગર્ભાશય ન હોવાની જ્યારે જાણ થઈ ત્યારે ભાવિકાને લાગ્યું કે ભગવાને તેનું માતા બનવાનું સૌભાગ્ય જ છીનવી લીધું છે. નવ માસ સુધી ગર્ભની અંદર ઉછરી રહેલા બાળકની દરેક હલનચલનને માત્ર અનુભવવી નહીં પરંતુ માણવી એ પણ એક સ્ત્રીને મળેલી ઈશ્વરીય ભેટ જ છે. તેથી જ મા બનવાના સૌભાગ્ય માટે દરેક સ્ત્રી તડપતી હોય છે. ભાવિકાના ત્રણ વર્ષના સુખી લગ્નજીવનમાં જો કોઈ ખોટ હતી તો માત્ર બાળકના ખિલખિલાટની. ભાવિકા મા બનવા માગતી હતી અને તેને પોતાનું બાળક જોઈતું હતું. પણ ગર્ભાશય ન હોવાથી એક જ પદ્ધતિ દ્વારા આ શક્ય હતું. અને તે છે સરોગસી, જેના દ્વારા તેને બાળક થઈ શકે.

હતાશ ભાવિકા જ્યારે ૨૧મી સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર-સુરતના ડો. પૂર્ણિમા નાડકર્ણી અને ડો. પૂજા નાડકર્ણી સિંઘના સંપર્કમાં આવી ત્યારે તેને જાણે આશાનું કિરણ મળી ગયું જ્યારે ભાવિકાના મમ્મી શોભનાબેન ચાવડા જેઓ પોતે ૪૫ વર્ષના છે તેઓ પણ પોતે પોતાની દીકરીના ભ્રૃણને ગર્ભાશય આપી શકે છે એવું આશ્વાસન ડો. પૂર્ણિમા નાડકર્ણીએ તેમને આપ્યું. ભગવાને ભાવિકા પાસેથી ભલે મા બનવાનો અધિકાર છીનવી લીધો પરંતુ ભાવિકાને માતૃત્વનું સુખ મળી રહે તે માટે ભાવિકાની મમ્મી સરોગેટ મધર બનીને તેને મા કહી શકનાર બાળકો આપ્યા.

જેનું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય એવી માના જીવનનું એક જ લક્ષ્ય હોય છે સંતાનનું સુખ. ઉંમરના આ પડાવમાં પણ તે પોતાની લાડકી દીકરીના આંસુ લુછવા માટે પોતાનાથી બનતા દરેક પ્રયત્નો કરવામાં પાછળ પડતી નથી. જેથી પોતાની દીકરીએ વાંઝિયાનું મહેણું ન સાંભળવું પડે. આવી માતાને અમારા કોટી કોટી પ્રણામ.

સરોગસીના અનેક કેસમાં ઘણીવખત સરોગેટ મધર બાળકને લઈને ભાગી જતી હોય છે. ક્યાંતો ભવિષ્યમાં ક્યારેક બ્લેકમેઈલ કરીને પૈસા પણ પડાવતા હોય છે. ત્યારે આ કેસમાં મા જ પોતાની દીકરીના બાળકને જન્મ આપતી હોવાથી આ દરેક પડોજણમાંથી તેને રાહત મળશે. જોકે ખૂબ જ સ્વાભાવિક લાગતો પ્રશ્ન એ હતો કે ભાવિકાને આ ખામી હોવા છતાં તેના સાસરિયાએ તેને અપનાવી. ત્યારે ડો. પૂજા કહે છે કે આ માટે પારિવારિક સહકાર પણ એટલો જ જરૂરી હોય છે. ભાવિકાના લવમેરેજ છે. એટલે તેના પતિ અને સાસરાવાળાને પહેલેથી જ આ વાતની ખબર હતી. ભાવિકાની સારવાર દરમ્યાન સાસુ-સસરા ભાવિકા તેના પતિ અને ભાવિકાના મમ્મી-પપ્પા બધા સાથે આવતા હતા.

ડો. પૂજાએ આ વિશે વધુ વિગત આપતા જણાવ્યું કે ભાવિકાને એક મહિના સુધી હોર્મોન્સના ઈન્જેકશન આપીને બીજ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના પતિના શુક્રાણું સાથે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર દ્વારા ફલિત કરીને ભ્રૃણ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ભ્રૃણને ભાવિકાની મમ્મીના ગર્ભાશયમાં મૂકવામાં આવ્યું. જ્યારે શોભનાબેનનો Beta HCGનો ટેસ્ટ કરવામાં આવ્યો અને સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમના ગર્ભમાં ત્રણ બાળકો વિકસી રહ્યા છે. કોઈ માતાએ પોતાની જ દીકરીને કુખ ભાડે આપી હોય અને તેને ટ્રિપ્લેટ પ્રેગ્નન્સી રહે એવો ભારતનો આ સૌપ્રથમ કિસ્સો હતો.

ત્રણ મહિના સુધી શોભનાબેનની યોગ્ય કાળજી રાખવામાં આવી. ત્રીજા મહિને એક એમ્બ્રીયોનું રીડક્શન કરવામાં આવ્યું. અને છ મહિના સુધી બન્ને ગર્ભને નુકશાન ન થાય એ રીતે સારવાર આપવામાં આવી. તા. ૧૦/૧૨/૨૦૧૦ રોજ સવારે ડો. પૂર્ણિમા નાડકર્ણી અને ડો. પૂજા નાડકર્ણી સિંઘના હસ્તે શોભનાબેનનું સિઝર કરવામાં આવ્યું. શોભનાબેને તેમની દીકરી ભાવિકાને બે સુંદર અને તંદુરસ્ત એવા ૨.૪ કિ. અને ૨.૫ કિ. ના બાબાઓની ભેટ આપી.

રાજકોટના રહેવાસી ભાવિકાબેન અને તેમના પરિવારમાં હવે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભાવિકાબેન તથા તેમના સમગ્ર પરિવારે જણાવ્યું કે “તેમની આ ખુશીનું શ્રેય ડો. પૂર્ણિમા નાડકર્ણી અને ડો. પૂજા નાડકર્ણી સિંઘને જાય છે. જેમણે આ કિસ્સાને ભારતમાં અને વિશ્વમાં અજોડ સ્થાન અપાવ્યું છે.”

Advertisements

2 responses to “નાનીની કૂખથી જન્મીને બે જોડિયાં બાળકો માના ખોળે રમશે

  1. ખૂબ ખૂબ અભિનંદન ડૉ. પૂર્ણિમા નાડકર્ણી અને ડો. પૂજા નાડકર્ણી સિંઘને તેમજ તેમની ટીમને. તથા ભાવીકાની માતા ને ધન્યવાદ આપવા ઘટે !

  2. Dear Sir,
    I am G.M.Patel from Bhvanagar and my nevew Mr. Mahesh Patel he is 30th yers old he has 4 daughter , Mahesh wife Mrs. Usha has A Nagatibe blood group, she has take a injection of every pregnancy, when she pregnante and male baby sock there is no growth child, Both of Mr. and Mrs. Patel are depreses, we wrote your article in magazine last month, and we will be visited your hospital about it, Please let us know, how we can come at Surat. We will be take out all maedical reports and etc. whenever you call. My Full address are as under.
    Mr. M.K.Patel L-25, Akshardeep Complex, Near Jain Derasar. Shastrinagar. Bhavanagar – 364 001. Gujarat.
    Cel : 9824569570 / 9824149571

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s