મીરેકલ બેબીઝ મીટ-પ્રેસ નોટ-ગુજરાતી

મીરેકલ બેબીઝ મીટનું સૌપ્રથમ વખત સુરતમાં આયોજન

તા. ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૦ના રોજ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના ઉપક્રમે અગ્રસેન ભવનના દ્વારકા હોલમાં “મીરેકલ બેબીઝ મીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦૦૦ દિવસ પહેલાં વંધ્યત્વ નિવારણના પ્રખ્યાત નિષ્ણાત ડો. પૂર્ણિમા નાડકર્ણી અને ડો. કિશોર નાડકર્ણીનું એવું સ્વપ્ન હતું કે સુરતમાં નાડકર્ણી ગ્રુપ ઓફ હોસ્પિટલની એક બ્રાન્ચ હોય. ૨૦૦૭માં તેમનું આ સ્વપ્ન સાકાર થયું અને સુરતમાં સ્ટેશન રોડ પર ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરનો શુભારંભ થયો.

કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવાની જરૂર હોતી નથી. નાડકર્ણી એમ્પાયરની સ્ટાર એવી ડો. પૂજા તથા એના જીવનસાથી ડો. પ્રભાકર સિંઘે સુરત હોસ્પિટલની ધૂરા સંભાળી. ડો. પૂજાએ પોતાના અભ્યાસકાળ દરમ્યાન સતત સિદ્ધિઓ મેળવી છે. તેમણે ધોરણ ૧૨ની CBSCની પરીક્ષામાં સમગ્ર દેશમાં પ્રથમ આવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો  હતો. મેડીકલના અભ્યાસ દરમ્યાન પણ તેમણે અન્ય ત્રણ ગોલ્ડમેડલો મેળવ્યા હતા. જર્મનીની કેઈલ યુનિવર્સિટીમાંથી ડો. પૂજાએ એન્ડોસ્કોપીની ટ્રેનિંગ મેળવી છે. ડો. પૂજાના જીવનસાથી ડો. પ્રભાકર ચેસ્ટ સ્પેશિયાલીસ્ટ છે પરંતુ તેમણે સિંગાપોરમાં એમ્બ્રીયોલોજીસ્ટની ફેલોશીપ મેળવી છે. લંડનના પ્રખ્યાત ડો. જોયશી હાર્પર પાસેથી ડો. પૂજા અને ડો. પ્રભાકરે પી.જી.ડી. અને આસિસ્ટેડ હેચિંગની પણ વિશેષ ટ્રેનિંગ મેળવી છે. ડો. પ્રભાકર હાલ લીડ યુનિવર્સિટીમાંથી એમ્બ્રીયોલેજીમાં માસ્ટર્સ કરી રહ્યા છે.

ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ૧૫૦૦ એન્ડોસ્કોપીક સર્જરી, ૪૫૦ ઈક્સી પ્રેગ્નન્સી અને ૨૫૦ આઈ.યુ.આઈ. પ્રેગ્નન્સી  પ્રાપ્ત થઈ છે.

આ તમામ સફળતાની ઉજવણી માટે નાડકર્ણી ગ્રુપ દ્વારા “મીરેકલ બેબીઝ મીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાંથી સારવાર લઈને જે ઘરોમાં નાના બાળકની કિલકારી ગૂંજી હતી તે પરિવારો માટે આ એક અલગ પ્રકારનો સમારંભ યોજાયો હતો. જેમાં ૨૫૦ જેટલા ઈક્સી બેબીઝ અને તેમના માતા-પિતા, ડોક્ટરો, સ્પોન્સરર મિત્રો તથા મીડિયાના પ્રતિનિધિઓએ આ મીટમાં ભાગ લીધો હતો.

તા. ૧૫મી ઓગષ્ટની રમણીય સંધ્યાએ મીરેકલ બેબીઝ મીટ તથા ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. સુપ્રસિધ્ધ અભિનેત્રી રોહિણી હટ્ટંગડી, મુંબઈના પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ ડો. ઉષા ક્રિષ્ણ તથા એલ. જી. લાઈફ સાઈંસના CEO અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી ડબલ્યુ. એસ. કીમ, CFO અને HR Head  શ્રી નિરજ ગોયલે હાજર રહીને કાર્યક્રમમાં અભિવૃધ્ધિ કરી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડો. કિશોર નાડકર્ણીએ કર્યું હતું. નાડકર્ણીની ભાવિ પેઢીના ડો. અદિતી નાડકર્ણીએ પ્રાર્થના અને દેશભક્તિગીતથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. અતિથિઓનો પરિચય ડો. અક્ષય નાડકર્ણીએ આપ્યો હતો. ડો. પૂજા નાડકર્ણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડો. પૂર્ણિમા નાડકર્ણીએ વંધ્યત્વ નિવારણ અંગે સરળ ભાષામાં પ્રેક્ષકોને જાણકારી આપી હતી.

જાણીતા ફિલ્મ અભિનેત્રી, મરાઠી નાટ્યમંચના કલાકાર અને હાલમાં મરાઠી સિરીયલ “આઈ” દ્વારા ધૂમ મચાવનાર રોહિણી હટ્ટંગડીએ આ કાર્યક્રમમાં હાજર રહીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. તેઓ એક ઉમદા કલાકાર હોવા છતાં મોટેભાગના લોકોમાં તેઓ ગાંધી ફિલ્મના “કસ્તુરબા” તરીકે જ વધારે લોકપ્રિય છે. આ સમારંભમાં પણ તેમણે ગાંધી ફિલ્મના “કસ્તુરબા” તરીકે પ્રવેશ કરીને સૌને અચંબિત કરી દીધા હતા. ડો. પૂર્ણિમા નાડકર્ણીએ કાર્યક્રમના ચીફ ગેસ્ટ રોહિણી હટ્ટંગડીના જાજરમાન વ્યક્તિત્વની, અપ્રતિમ સૌંદર્યની અને એમના અભિનય કૌશલ્યની પ્રસંશા કરી હતી. રોહિણી હટ્ટંગડીએ તેમના મુખ્ય પ્રવચનમાં ડો. પૂર્ણિમા અને ડો. કિશોરને તેમની ૨૫ વર્ષની તપશ્ચર્યા માટે અભિનંદન આપ્યા હતા અને ઈક્સી બાળકોના માતાપિતાને શુભેચ્છા આપી હતી. સાથે સાથે નિ:સંતાન યુગલોને નિરાશ થવાને બદલે આધુનિક ટ્રીટમેન્ટથી બાળક મેળવવા માટે સતત પ્રયાસો કરતા રહેવા પ્રોત્સાહન અને હિમંત આપી હતી. નાડકર્ણી ગ્રુપના ડો. પૂજા, ડો. પ્રભાકર, ડો. અદિતિ, ડો. અક્ષય અને વૈભવને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ રોહિણીજીએ આશીર્વાદ આપ્યા હતા.

મુંબઈના પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ અને Clinic For Womenના ડો. ઉષા ક્રિષ્ણએ જણાવ્યું હતું કે ડો. પૂર્ણિમા અને ડો. કિશોરે તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું છે. તેમના શાગિર્દોની અને તેમના બાળકોની આવી દેદીપ્યમાન સફળતા માટે તેમણે અત્યંત આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અને સતત આગળ વધતા રહેવા માટે પ્રેરણા આપી હતી.

એલ. જી. લાઈફ સાઈંસના મેનેજીંગ ડિરેક્ટર અને CEO શ્રી કીમએ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે ૨૦૦૮માં યોજાયેલ ઈન્ટરનેશનલ કોંન્ફરન્સ  “મિલેનિયમ અપડેટ-૨૦૦૮”માં પણ તેઓ હાજર હતાં. ત્યારથી આજ સુધીની સફળતાના તેઓ સાક્ષી છે. તેમણે નાડકર્ણી ગ્રુપને હજુ આગળ વધવા માટે  પ્રોત્સાહિત કર્યા હતા. અને ભવિષ્યની યોજનામાં સંપૂર્ણ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. એલ. જી. લાઈફ સાઈંસના CFO અને HR Head શ્રી નિરજ ગોયલએ આધુનિક ટ્રીટમેન્ટને પ્રજા સુધી પહોંચાડવાના નાડકર્ણી ગ્રુપના સતત પ્રયાસો વિશે અભિનંદન આપ્યા હતા.

બાળકો માટેના મુખ્ય કાર્યક્રમમાં બાળકોના હસ્તે ૪૦ કિલોની કેક કાપવામાં આવી હતી. બાળકો માટે ડાન્સના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બાળકો સંગીતના સૂરીલા સથવારે મનભરીને ઝૂમ્યા હતાં. કાર્યક્રમમાં દૂર દૂરથી આવીને ભાગ લેનાર તમામ ઈક્સી બાળકોને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. કેટલાક ઈક્સી બેબીઝના માતા-પિતાઓએ પોતાના સુખદ અનુભવો વિશે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે આજના જમાનામાં કુદરતી રીતે ખોળાનો ખૂંદનાર ન મળે તો બેસી ન રહેવું જોઈએ. તેમણે નિ:સંતાન યુગલોને આશાનું કિરણ આપવા માટે સતત પ્રયત્નશીલ નાડકર્ણી ગ્રુપના ડોક્ટરો અને તેમની આઈ.વી.એફ. ટીમને બિરદાવી હતી.

આ પ્રસંગે હતાશ યુગલોને પ્રેરણા આપતી ગુજરાતી પુસ્તિકા “આશાનું કિરણ” અને અંગ્રેજી બુકલેટ “A Ray Of Hope”નું પણ મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌને તે વહેંચવામાં આવી હતી.

ડો. પ્રભાકર સિંઘે આભાર વિધિ કરી હતી.

“મીરેકલ બેબીઝ મીટ”ના કાર્યક્રમ બાદ ભવ્ય ભોજન સમારંભમાં ભાગ લઈ સૌએ સુખદ સંભારણા સાથે ઘર તરફ પ્રયાણ કર્યું હતું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s