આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસના હસ્તે ડો. પૂર્ણિમા નાડકર્ણીનું સન્માન

તા. ૨૮ માર્ચના રોજ વોકહાર્ટ હોસ્પિટલ-સુરતના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ અને વંધ્યત્વ નિષ્ણાત ડો. પૂર્ણિમા નાડકર્ણીને તેમણે ૨૭ વર્ષથી દક્ષિણ ગુજરાતમાં વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબીના ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ “નારી નેતૃત્વ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ ગુજરાતના માનનીય આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસના હસ્તે વોકહાર્ટ હોસ્પિટલના ઓડિટોરીયમમાં એનાયત કરવામાં આવ્યો. “નારી દિન”ના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા ક્ષેત્રમાં વિરલ સિદ્ધીઓ પ્રાપ્ત કરનાર ૧૫ મહિલાઓને આરોગ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવી. ડો. પૂર્ણિમા નાડકર્ણી કે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત દક્ષિણ ગુજરાતના કિલ્લા પારડી જેવા નાના નગરથી કરી હતી અને હાલ તેઓ નાડકર્ણી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર-કિલ્લા પારડી, ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ્સ પ્રા. લી.-વાપી અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર-સુરત એમ કુલ ત્રણ હોસ્પિટલના ડાયરેક્ટર છે. ૨૦૦૦થી વધારે આઈ.વી.એફ/ઈક્સી બેબી, ૫૦ મેનોપોઝલ પ્રેગ્નન્સી, ૧૫૦ ટીસા-મીસા દ્વારા પ્રેગ્નન્સી, ૪૫ ફ્રોઝન એમ્બ્રીયો બેબી અને ૧૦ સરોગસીનો જશ ડો. પૂર્ણિમા નાડકર્ણીના ફાળે જાય છે. તેઓ ખૂબ સારા વક્તા છે. તેમણે જુદી જુદી કોલેજો અને મહિલા મંડલોમાં વિવિધ વિષયો પર ૧૦૦થી વધારે વકતવ્યો આપ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સ્ત્રીસશક્તિકરણના યોગદાન માટે એપ્રિલ ૨૦૦૭માં ઉમરગામ ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડો. પૂર્ણિમા નાડકર્ણીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s