ડો. પૂજા નાડકર્ણી સિંઘ (પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ) અને ડો. પ્રભાકર સિંઘ (એમ્બ્રીયોલોજીસ્ટ) ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર-સુરત ખાતે વંધ્યત્વ નિવારણની સારવાર સફળતાપૂર્વક કરી રહ્યા છે. આ બન્ને ડોક્ટરોએ તાજેતરમાં યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી પી.જી.ડી. (પ્રિઈમ્પાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ) અને આસિસ્ટેડ હેચિંગની ટ્રેનિંગ મેળવવા લંડન-યુ.કે.ની મુલાકાત લીધી.
જે સ્ત્રીઓમાં વારંવાર ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર નિષ્ફળ જતી હોય તેવી સ્ત્રીઓના ભ્રૃણને ગર્ભાશયમાં મૂકતા પહેલા આસિસ્ટેડ હેચિંગ અને બ્લાસ્ટોમિયર બાયોપ્સી કરવી જોઈએ. જન્મજાત ખામીઓ, અને જે માતા-પિતા થેલેસેમિયા, સીકલ સેલ અનેમિયા, સિસ્ટીક ફાઈબ્રોસીસ, એઝોસ્પર્મીયાથી પીડાતા હોય અને તેમના બાળકોમાં પણ આ રોગ થવાની શક્યતા હોય તેને પી.જી.ડી.ની મદદથી નિવારી શકાય છે.
ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર-સુરતે હાલમાં સફળતાના ત્રણ વર્ષ પૂરા કર્યા. ૩૮૦થી વધુ ઈક્સી પ્રેગ્નન્સીનો યશ આ હોસ્પિટલને ફાળે જાય છે. હવે આ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત લેસર આસિસ્ટેડ હેચિંગની સુવિધા ઉપલબ્ધ કરે છે. જેની મદદથી મુશ્કેલ અને અશક્ય લાગતા કેસમાં અને પી.જી.ડી. કેસમાં સારું પરિણામ લાવી શકાશે.
ડો. પૂજા અને ડો. પ્રભાકરે યુનિવર્સિટી ઓફ લંડનના ડો. જોયસ હાર્પર પાસે ટ્રેનિંગ મેળવી કે જેઓ આ ક્ષેત્રના નિષ્ણાત છે. ડો. જોયસ હાર્પર આ નવી શરૂઆત માટે જરૂરી માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ આપશે.
આ નવી સુવિધાથી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલની યશકલગીમાં એક નવું પીંછુ ઉમેરાયું છે.


